ચેતન પટેલ, સુરત: શહેરમાં લોકડાઉનના ધજાગરા ઉડાડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકો બિનજરૂરી રીતે બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જેના કારણે એક જ દિવસમાં 2400 વાહનો ડિટેઈન કરાયા છે. આમ છતાં લોકો જાણે સમજતા જ નથી. સુરતમાં એક જ દિવસમાં 250 ગુનાઓ નોંધાયા છે.
અત્રે જણાવવાનું કે અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગઈ કાલે જાહેર કરેલા આંકડા મુજબ સુરતમાં 526 કેસ નોંધાયા છે જ્યારે 15 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. ગઈ કાલે 178 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 2181 થયો જ્યારે 104 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
રાજ્યમાં કોરોના વાયરસના કુલ 3301 કેસ નોંધાયા છે. જ્યારે 151 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. 313 લોકો સાજા થયા થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે